Uttarakhand Glacier Burst: ઉત્તરાખંડ પોલીસે ગુમ થયેલા 202 લોકોની યાદી બહાર પાડી, 19 લોકોના મોત

ઉત્તરાખંડ (Uttarakhand) ના ચમોલી જિલ્લામાં રવિવારે નંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટવાના કરાણે ઋષિગંગા ઘાટીમાં અચાનક વિકરાળ પૂર આવી ગયું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે.

Uttarakhand Glacier Burst: ઉત્તરાખંડ પોલીસે ગુમ થયેલા 202 લોકોની યાદી બહાર પાડી, 19 લોકોના મોત

ચમોલી: ઉત્તરાખંડ (Uttarakhand) ના ચમોલી જિલ્લામાં રવિવારે નંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટવાના કરાણે ઋષિગંગા ઘાટીમાં અચાનક વિકરાળ પૂર આવી ગયું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. જ્યારે 19  લોકોને બચાવવામાં આવ્યા છે. જો કે હજુ પણ અનેક લોકો ગુમ છે. 

ઉત્તરાખંડ પોલીસે ટ્વીટ કરીને આપી માહિતી
ઉત્તરાખંડ પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું કે ગઈ કાલે ઘટેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં લગભગ 202 લોકો ગુમ થયા હોવાની સૂચના છે, જ્યારે 19 લોકોના મૃતદેહ અલગ અલગ જગ્યાએથી મળી આવ્યા છે. શોક અને દુ:ખની આ ઘડીમાં પ્રશાસન તમારી સાથે છે. કૃપા કરીને સહયોગ જાળવી રાખો. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. 

— Uttarakhand Police (@uttarakhandcops) February 8, 2021

પીએમ મોદી સતત લઈ રહ્યા છે અપડેટ
ચમોલીમાં ગ્લેશિયર તૂટવાના કારણે આવેલા પૂર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત અપડેટ લઈ રહ્યા છે. તેમણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને એક જ દિવસમાં 4 વાર ફોન કર્યો. આ વાતની જાણકારી ત્રિવેન્દ્ર સિંહ રાવતે ટ્વીટ કરીને આપી. 

પ્રધાનમંત્રી-મુખ્યમંત્રીએ વળતરની કરી જાહેરાત
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે જોશીમઠના રૈણી ગામમાં ગ્લેશિયર તૂટવાના કારણે પેદા થયેલી આફત બાદ તરત ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સ્થિતિની સમીક્ષા કરી. ત્યારબાદ તેમણે મૃતકોના પરિજનો માટે તાત્કાલિક 4-4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકના આશ્રિતોને 2-2 લાખની આર્થિક સહાયતા પ્રદાન કરવાની પણ જાહેરાત કરી. 

DRDO ની ટીમ આજે જશે ઉત્તરાખંડ
DRDO ની એક એક્સપર્ટ ટીમ આજે ઉત્તરાખંડની મુલાકાત લેશે અને ચમોલીમાં અકસ્માતવાળી જગ્યાએ સ્થિતિની સમીક્ષા કરશે. ટીમ આસપાસના ગ્લેશિયરોનો પણ અભ્યાસ કરશે અને જોખમનોની જાણકારી મેળવવાની કોશિશ કરશે. 

PHOTOS: ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યા બાદ જળપ્રલય, તબાહીની તસવીરો જોઈને ધ્રુજી ઉઠશો

સુરંગમાં ફસાયેલા લોકોને બચાવવાનું કામ ચાલુ
ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાની ઘટના પર NDRF ના આઈજી અમરેન્દ્રકુમાર સેંગરે જણાવ્યું કે અકસ્માત બાદ વિભિન્ન એજન્સીઓ કામ કરી રહી છે. અમે કોશિશ કરી રહ્યા છીએ કે ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી શકે. જે લોકો સુરંગમાં ફસાયેલા હતા તેમને ITBP દ્વારા સુરક્ષિત કાઢવામાં આવ્યા છે અને જે લોકો સુરંગની અંદર ફસાયેલા છે તેમને બચાવવાનું કામ ચાલુ છે. 

— chamoli police (@chamolipolice) February 8, 2021

અત્યાર સુધીમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા
આ બાજુ ચમોલી પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું કે સુરંગમાં ફસાયેલા લોકો માટે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. જેસીબીની મદદથી સુરંગની અંદર પહોંચીને રસ્તો ખોલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 15 લોકોને રેસ્ક્યૂ કરાયા અને 14 મૃતદેહો અલગ અલગ સ્થળેથી મળી આવ્યા છે. 

300 જવાન કાર્યરતો
આઈટીબીપીના પ્રવક્તા વિવેક કુમાર પાંડેએ જણાવ્યું કે અમે બીજી સુરંગ માટે સર્ચ ઓપરેશન ઝડપી કરી દીધુ છે. ત્યાં લગભગ 30 લોકો ફસાયેલા હોવાની સૂચના છે. આઈટીબીપીના 300 જવાન સુરંગને ક્લિયર કરવામાં લાગ્યા છે. જેથી કરીને લોકોને કાઢી શકાય. સ્થાનિક પ્રશાસનના જણાવ્યાં મુજબ 170 લોકો આ આફતમાં ગુમ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

    

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news